મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીના પ્રહાર: '100માંથી નહીં,  543માંથી 99 આવ્યા, હારવાનો રેકોર્ડ બનાવ્યો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વગર વિવિધ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, એક બાળક 99 માર્ક્સ લઈને ફરી રહ્યો હતો અને બધાને બતાવતો હતો. લોકો જ્યારે 99 સાંભળતા હતા, ત્યારે તેને શાબાશી આપતા હતા. પરંતુ શિક્ષકે કહ્યું કે, 100માંથી 99 નથી લાવ્યા 543માંથી 99 આવ્યા છે. 

અમે તુષ્ટિકરણ નહીં સંતુષ્ટિકરણના સિદ્ધાંતને આગળ વધાર્યો 

દેશમાં છેલ્લાં ઘણાં સમયથી તુષ્ટિકરણનું રાજકારણ જોઈ રહ્યો છે. આ ગાળામાં દેશે તુષ્ટિકરણનું મોડલ પણ જોયું. અમે પહેલીવાર તુષ્ટિકરણ નહીં પણ સંતુષ્ટિકરણનો વિચાર લઈને આગળ વધ્યા. અમે સંતુષ્ટિકરણની વાત કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે, છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી લાભ પહોંચે. સામાજિક ન્યાય જ સાચા અર્થમાં સેક્યુલરિઝમ હોય છે અને તેના પર દેશની પ્રજા પણ ત્રણવાર મહોર લગાવી ચૂકી છે. તુષ્ટિકરણે દેશને બરબાદ કરી દીધો હતો. અમે ‘જસ્ટિસ ટુ ઑલ, અપીઝમેન્ટ ટુ નન’ના સિદ્ધાંત સાથે આગળ વધ્યા.

રાહુલ ગાંધીના હિંદુ અંગેના નિવેદનનો પણ જવાબ 

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા ભાષણમાં હિંદુ અંગે કરેલા નિવેદનનો પણ જવાબ આપ્યો. આ મુદ્દે તેમણે વિપક્ષને સવાલ કરતા કહ્યું કે ‘આ દેશના હિંદુઓ સાથે, આ છે તમારો વ્યવહાર?  થોડા દિવસ પહેલા હિંદુઓમાં જે શક્તિની કલ્પના છે, તેના વિનાશની જાહેરાત કરાઈ હતી. તમે કઈ શક્તિના વિનાશની વાત કરો છો? આ દેશ સદીઓથી શક્તિનું પાત્ર રહ્યો છે. બંગાળમાં મા દુર્ગાની પૂજા થાય છે. તમે તે શક્તિના વિનાશની વાત કરો છો? આ લોકોએ હિંદુ આતંકવાદ શબ્દ રચવાનું કાવતરું ઘડ્યું. હિંદુ ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ સાથે કરી અને તેમણે તાળીઓ પણ પાડી. આ દેશ તેમને માફ નહીં કરે. એક સમજી વિચારીને તૈયાર કરેલી વ્યૂહરચના હેઠળ તેમની આખી ઈકો સિસ્ટમ હિંદુ પરંપરા, હિંદુ સમાજ, આ દેશની સંસ્કૃતિ અને તેનો વારસો નીચો બતાવાયો, તેનું અપમાન કરાયું, ગાળો અપાઈ, હિંદુઓની મજાક કરવી જાણે ફેશન બની ગઈ. આ બધાને સુરક્ષા આપવાનું કામ કેટલાક લોકો ફક્ત રાજકીય સ્વાર્થ ખાતર કરે છે.’

આ સમાચાર શેર કરો