મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM Modiએ શપથગ્રહણ પહેલા મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રીજી વાર દેશમાં વડાપ્રધ પેડ માટે શપથ લેવાના છે, તે પહેલા

નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રીજી વાર દેશમાં વડાપ્રધ પેડ માટે શપથ લેવાના છે, તે પહેલા તેમણે વહેલી સવારે મહાત્મા ગાંધી, વાજપેયી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદી આજે રાજઘાટ પહોંચ્યા છે. તેમણે અહીં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે શપથ લેવાના છે.

ત્યાર બાદ નરેન્દ્ર મોદી દિલ્હીમાં અટલ સ્મારક પહોંચ્યા હતા અને અહીં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યાર બાદ તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવવા જઈ રહ્યા છે.

ભાજપને કેટલી બેઠકો મળી?

લોકસભા ચૂંટણીમાં તેના આશ્ચર્યજનક રીતે નિરાશાજનક પ્રદર્શન બાદ ભાજપ સતતતાનો સંદેશ આપવા અને રાજકીય નબળાઈની કોઈપણ ધારણાને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીને 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. પાર્ટીએ 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી.

આ સમાચાર શેર કરો