PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
PM મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી.વડાપ
PM મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી.વડાપ્રધાન મોદીને દેશમાં બનેલી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ ભેટ આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે આ વર્ષે પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચિપ આવી જશે.આ ચીપ ઇસરો અને સેમી કન્ડક્ટર લેબે તૈયાર કરી છે.આ સાથે ચાર એપ્રુવલ ટેસ્ટ પ્રોજેક્ટની ચીપ પણ આપવામાં આવી હતી. આ ચીપને મોહાલીના સેમી કંડક્ટર હબમાં તૈયાર કરવામાં આવી છે.
PM મોદીએ અમેરિકાને આપ્યો જવાબ
પીએમ મોદીએ સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, વિશ્વના વિવિધ અર્થતંત્ર અમુક લોકોના આર્થિક સ્વાર્થના કારણે પડકારો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે ભારતે 7.8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જે તેના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા ગતવર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધુ છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં તે સૌથી વધુ જીડીપી ગ્રોથ છે. અગાઉ માર્ચ ત્રિમાસિક, 2024માં 8.4 ટકા જીડીપી નોંધાયો હતો. આ ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ, અને કંસ્ટ્રક્શન સહિત તમામ સેક્ટર્સમાં નોંધનીય વિકાસને આભારી છે. આ ગ્રોથનો સિલસિલો ભારતને ઝડપથી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે. હવે દિવસો દૂર નથી જ્યારે વિશ્વ કહેશેઃ ડિઝાઈન્ડ ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા, અને ટ્રસ્ટેડ બાય ધ વર્લ્ડ...
ભારતની પ્રથમ ચીપસેટ
વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઈન્ડિયા 2025ની શરૂઆત કરી હતી. જેનું કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરૂ થશે. ઈસરોના સેમિકંડક્ટર લેબોરેટરી દ્વારા વિક્રમ ચીપ તૈયાર કરવામાં આવી છે. જે ભારતની પ્રથમ મેક ઈન ઈન્ડિયા 32 બીટ માઈક્રો પ્રોસેસર છે. આ ચીપ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે અત્યંત જરૂરી હિસ્સો છે. જે ડિવાઈસનું મગજ ગણાય છે.
સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની શરૂઆત 2022માં થઈ હતી. 2022માં બેંગ્લુરૂ, 2023માં ગાંધીનગર અને 2024માં નોઈડામાં યોજાઈ હતી. હાલ દિલ્હી ખાતે યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો ઉદ્દેશ સેમીકંડક્ટર ફેબ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ, એઆઈ, રિસર્ચ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરવાનો છે.











