Video: દારૂની દુકાનો પર કર્મચારીઓનો વિરોધ

તમિલનાડુના અરક્કોનમમાં સરકારી ડિજિટલ પેમેન્ટના નવા નિયમ સામે દારૂની દુકાનોના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રાણીપેટ જિલ્લામાં TASMACની 72 દારૂની દુકાનો કર્મચારીઓએ બંધ રાખી છે. સરકાર દ્વારા દારૂના વેચાણમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બનાવવાના કડક આદેશ બાદ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, દુકાનો બંધ રહેતા દારૂ ખરીદવા આવેલા ગ્રાહકો પણ રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા કેટલાક ગ્રાહકોએ દુકાન પર દારૂની બોટલો ફેંકી હોવાના અહેવાલ છે. આ દરમિયાન દુકાનની અંદર કર્મચારીઓ હાજર હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
જાહેરાત








