VIDEO: PM મોદીએ કહ્યું 'અરે...તું મારા માટે ચૂરમું લાવ્યો જ નહીં', નીરજ ચોપરાએ આપ્યો આ જવાબ
વડાપ્રધાન મોદીએ શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ સિવાય 'ગોલ્ડન બોય' નીરજ ચોપરા સ

વડાપ્રધાન મોદીએ શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ સિવાય 'ગોલ્ડન બોય' નીરજ ચોપરા સાથે પણ વાત કરી હતી. નીરજ ચોપડાએ કહ્યું, નમસ્તે સર, કેમ છો સર. પીએમ મોદીએ જવાબ આપ્યો- એવો જ છું. જે બાદ પીએમ મોદીએ નીરજ ચોપડા સાથે ચૂરમાની વાત કરી હતી.
પીએમ મોદીએ હસતાં નીરજ ચોપરાને કહ્યું, 'તારું ચૂરમું તો આવ્યું જ નહીં.' આ મુદ્દે હસતાં નીરજ ચોપરાએ શરમાતાં કહ્યું, જરૂર લઈને આવીશ સર. ગઈ વખતે દિલ્હીમાં ખાંડ વાળું ચૂરમું હતું. હવે હું હરિયાણાથી ચૂરમું લઈ આવીશ તમને ખવડાવીશ. પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું કે મને તારી માતાના હાથનું ચૂરમું ખાવું છે. તેની પર નીરજે વચન આપતાં કહ્યું કે પાક્કું સર.'




