મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પીયૂષ ગોયલના રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્ય

તસવીર: gstv

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર જઈને ભારતની લોકશાહી અને સંસ્થાઓ વિરુદ્ધ નિવેદનબાજી કરીને દેશની છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. પીયૂષ ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ નેતાની આ પ્રકારની રાજનીતિ દેશના હિતમાં નથી અને જનતા વારંવાર તેમની આવી નીતિઓને નકારી ચૂકી છે. સરકારે દેશના વિકાસ અને જનકલ્યાણના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે વિપક્ષે પણ રાજકીય રોટલા શેકવાને બદલે દેશના વિકાસમાં સહયોગ આપવો જોઈએ, પરંતુ વિપક્ષી નેતાઓ માત્ર નિવેદનબાજી કરીને જનતાનું ધ્યાન ભટકાવવાનો સતત નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો