VIDEO: યાત્રાધામ અંબાજી ખાતે ફાગણી પૂનમને લઈને યાત્રાળુઓનો મેળાવડો
આજે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં પુણ્યમને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી. ફાગણ
આજે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં પુણ્યમને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી. ફાગણ સુદ પૂનમના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી. સવારની મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઇન જોવા મળી.
પૂનમની બે તિથી હોવાથી આજે મંદિરમાં પૂનમ ગણાય છે. પૂનમ ભરવા આવતા ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચ્યા. અંબાજી મંદિરમાં સૌ પ્રથામ સિદ્ધિવિનાયક ગણપતિની આરતી થાય છે. ત્યાર બાદ મા અંબાની આરતી થાય છે અને માતાજીની આરતી પૂર્ણ થયા બાદ મહાદેવની આરતી થાય છે. અંબિકેશ્વર મહાદેવ ખાતે મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા.




