મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તારંગાના પર્વતો પર નયનરમ્ય દ્રશ્યો, સહેલાણીઓ ઉમટ્યા

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એમ ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યો સર્

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એમ ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ખાસ કરીને પર્વતો પાસેનું દ્રશ્ય વરસાદી માહોલમાં નયનરમ્ય લાગે છે. ત્યારે આવો જ એક દ્રશ્ય તારંગાની પર્વતમાળાઓ પર જોવાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો પરનું વાતાવરણ પણ આહ્લાદાયક હોય છે.  

મહેસાણા જિલ્લાની તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઊઠી છે. તારંગાના પર્વતો અરવલ્લીની ગીરી માળા તરીકે ઓળખાય છે. સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણમાં લોકો અહી આનંદ લેવા ઉમટે છે. કુદરતની આ પ્રકૃતિને માણવી એ એક લ્હાવો છે. 
વહેલી સવારે લોકો આ ડુંગર પર ટ્રેકિંગ માટે પણ આવે છે. તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. 

આ સમાચાર શેર કરો