મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PF ઉપાડ હવે બનશે વધુ સરળ, EPFO લાવશે 3.0

પ્રાઇવેટ નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે PFમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ બનવાની છે. EPFO પોત

તસવીર: gstv

પ્રાઇવેટ નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે PFમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ બનવાની છે. EPFO પોતાની IT સિસ્ટમને અપગ્રેડ કરીને EPFO 3.0 લાવવાની તૈયારીમાં છે, જેમાં એડવાન્સ ક્લેમનું ઝડપી અને પારદર્શક સેટલમેન્ટ કરાશે. બીમારી, લગ્ન કે મકાન માટે રૂ. 5 લાખ સુધીના એડવાન્સ ક્લેમ 3થી 4 દિવસમાં ઓટો-સેટલ કરવાની વ્યવસ્થા થવાની શક્યતા છે. નવી ક્લાઉડ-બેઝ્ડ સિસ્ટમથી ડેટા વેરિફિકેશન અને ક્લેમ મંજૂરીમાં મેન્યુઅલ હસ્તક્ષેપ ઘટશે તથા મંજૂર રકમ સીધી બેંક ખાતામાં જમા થશે. ભવિષ્યમાં PF ઉપાડ માટે ATM અને UPI જેવી સુવિધાઓ શરૂ કરવાની શક્યતા પર પણ વિચારણા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો