મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માધવપુરના મેળામાં પોલીસની અણ આવડતના કારણે લોકો કલાકો સુધી ફસાયા

પોરબંદરમાં માધવપુરનો મેળો વર્ષોથી ઓછા લોકો મજા માણતા પણ શાંતિથી માણતા હતા. એવામાં સરકારે મેળાને વિસ

પોરબંદરમાં માધવપુરનો મેળો વર્ષોથી ઓછા લોકો મજા માણતા પણ શાંતિથી માણતા હતા. એવામાં સરકારે મેળાને વિસ્તાર આપવાનું વિચાર્યું અને વ્યવસ્થાપકોએ પોતાની અણઆવડતથી ઢીમ ઢાળી દીધી હતી. એક તરફ હસ્તકલા હાટ પોલીસ રાત્રે 9 વાગ્યે બંધ કરાવી દે છે અને આજે મહામહિમ રાજ્યપાલ પહોંચ્યા છે માટે રોડ બંધ કરાવી દીધા છે જેને કારણે સ્થાનિક લોકો 2 કલાકથી ફસાયા છે.

પાતા ગામથી માધવપુર વચ્ચેનું 6 કિમીનું અંતર કાપતા 2 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. રાજ્યપાલ આવ્યા હોવાથી પોલીસ રોડ વચ્ચે બોલરો રાખી એક તરફનો રોડ બંધ કરીને બેઠી છે અને વાહનોની કતાર કિલોમીટરો સુધી લાંબી છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમમાં મેનેજમેન્ટનો અભાવ સામે આવ્યો છે. તેમજ સત્તાધિશોના એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે તમે બીજેપી તાલુકા પંચાયતના પ્રમુખ હોવ તો મેળાની વચ્ચે પણ ગાડી ઉભી રાખી શકો છો.

આ સમાચાર શેર કરો