VIDEO : માઉન્ટ આબુમાં જાહેરમાર્ગ પર દીપડાનું ઝુંડ દેખાતા લોકોમાં ભય
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં કુદરતના અદભુત ખજાનાની દેન સાથે સેંચ્યુરી પણ આવ

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં કુદરતના અદભુત ખજાનાની દેન સાથે સેંચ્યુરી પણ આવેલ હોવાથી અહીંયા રહેણાંક અને ફરવા લાયક મુખ્ય સ્થળો ઉપર રિંછ ઘણીવાર આવી ચડતા હોય છે. આજે દીપડાઓનું ઝુંડ દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો છે. હાલમાં માઉન્ટ આબુમાં તાપમાન માયનસમાં હોવાથી બરફ જામતાં કાશ્મીર જેવો માહોલ હોવાથી સહેલાણીઓ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે. પરંતું માઉન્ટના ફરવા લાયક સ્થળો ટાઈગર પાર્ક અદ્ધરદેવી સીતાવન જેવા સ્થળો ઉપર દીપડાઓનું ઝુંડ દેખાતા ભય વ્યાપ્યો છે. આવા જંગલી જાનવરો હિલ સ્ટેશનમાં ન આવે તે માટે વનવિભાગને કાળજી રાખવા ઉપરાંત સફારી પાર્ક બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.




