મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મોદીજીને ખુશ કરવા નાદુરસ્ત તબિયત છતાં મંત્રીજીએ કર્યા યોગ, અઠાવલેના યોગ જોઈને તમે પણ હસી પડશો

દુનિયાભરમાં 21 જૂને વિશ્વયોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી, તમામ મંત્રી, મોટાભાગના રાજ્યોના મુખ્ય

દુનિયાભરમાં 21 જૂને વિશ્વયોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી, તમામ મંત્રી, મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીએ યોગમાં ભાગ લીધો હતો. વિશ્વભરમાં ઉજવાઈ રહેા યોગ દિવસની વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના દાદર વિસ્તારમાં તેઓ જે રીતે યોગ કરી રહ્યા હતા. તેમના આ અંદાજને લઈને ચર્ચામાં આવ્યા છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે જ્યારે તેમણે યોગ કર્યા તો તેમનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથે લોકો પણ અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મુંબઈના દાદરમાં યોગ કર્યા હતા. આ વીડિયોમાં કેન્દ્રીય મંત્રીજી પેન્ટ અને ટીશર્ટ પહેરીને યોગ કરવા પહોંચ્યા હતા. યોગ કરતી વખતે તેઓ ખૂબ જ શાંત દેખાતા હતા. સોશિયલ મીડિયા પર તેમના યોગના વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે તે રોજ યોગા કરતા નથી માત્ર દેખાડો કરે છે. કેટલાકે કહ્યું કે મંત્રીજીની તબિયત સારી નથી, છતાં મોદીજીને ખુશ કરવા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે અઠાવલેજી, તમારે યોગ કરવાની શી જરૂર છે? તમે માત્ર બોલી દો... ગો ફેટ ગો. એકે લખ્યું કે યોગ કરવા માટે આરામદાયક કપડાં પહેરવા જોઈએ. એક યુઝરે લખ્યું કે આવું ત્યારે થાય,  જ્યારે કોઈ એક દિવસ માટે યોગ કરે છે, આ બધા માત્ર દેખાડો કરવા માટે યોગ કરી રહ્યા છે. એકે લખ્યું કે આ તો મંત્રીજીએ સ્લો મોશન યોગ કર્યા છે.

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા પછી લોકો રામદાસ અઠાવલેની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ જે રીતે તેમણે તબિયત ખરાબ હોવા છતાં યોગ કર્યા, તેમના પ્રયાસોની પ્રશંસા થવી જોઈએ. એકે લખ્યું કે આ જ કારણ છે કે તે દરેક વખતે કેન્દ્રીય મંત્રી બને છે, તે જાણે છે કે મોદીજીને કેવી રીતે ખુશ કરવા. ખરાબ તબિયત હોવા છતાં પણ યોગ કરવા એ કંઈ સરળ નથી.

આ સમાચાર શેર કરો