VIDEO: જંબુસરમાં ગણેશ વિસર્જન પૂર્વે યોજાઈ શાંતિ સમિતિની બેઠક: ભાઈચારા સાથે પર્વ ઉજવવા અપીલ
જંબુસરમાં આગામી રવિવારે યોજાનાર ગણેશ વિસર

જંબુસરમાં આગામી રવિવારે યોજાનાર ગણેશ વિસર્જનનો કાર્યક્રમ શાંતિમય રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી પી.એલ. ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ પંડાલોના આયોજકો તથા હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.....વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આયોજકો અને આગેવાનોએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ બેઠક દ્વારા જંબુસરમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.




