મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'બંધારણ પરનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો', સુપ્રીમ કોર્ટે આપેલા આગોતરા જામીન પર પવન ખેડાએ વ્યક્ત કરી ખુશી

કોંગ્રેસ નેતા પવન ખેડા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલી આગ

કોંગ્રેસ નેતા પવન ખેડા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલી આગોતરા જામીન પર ખુશી વ્યક્ત કરી હતી. એરપોર્ટ પર પહોંચેલા પવન ખેડાનું કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતુ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની રિનિકી ભુયાન શર્મા વિરુદ્ધ કથિત ખોટા આરોપો લગાવવા બદલ નોંધાયેલા છેતરપિંડી અને માનહાનિના કેસમાં કોર્ટે તેમને આ રાહત આપી છે.

જામીન મળ્યા બાદ ખેડાએ જણાવ્યું કે, જ્યારે પણ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે બાબાસાહેબ આંબેડકરનું બંધારણ તેમના રક્ષણ માટે આગળ આવે છે. તેમણે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દેશનો બંધારણ પરનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો છે.

આ સમાચાર શેર કરો