મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડ મામલે પરશોત્તમ રૂપાલા અને એક યુવકનું કોલ રેકોર્ડ વાયરલ

Amreli letter scandal case : અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગો

Amreli letter scandal case : અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ગુરુવાર સવારથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 'નારી સ્વાભિમાન આંદોલન' અંતગર્ત 24 કલાક માટે બેઠા હતા, જેને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આવતીકાલે (11મી જાન્યુઆરી શનિવાર) વેપારીઓને અમરેલી બંધ રાખવાની અપીલ સાથે કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. 

તો બીજી બાજુ અમરેલી લેટરકાંડ મામલે પરશોત્તમ રૂપાલા અને એક યુવકનો કોલ રેકોર્ડ વાયરલ  થયો છે, જેમાં યુવક પરશોત્તમ રૂપાલાને પ્રશ્ન કરી રહ્યો છે કે આ મામલે તમે કેમ કઈ બોલ્યા નથી. 

સાવરકુંડલાના યુવકે પરશોત્તમ રૂપાલાને કર્યો હતો ફોન 

અમરેલી લેટરકાંડ મામલે અમરેલીના સાવરકુંડલામાંથી નરેશ નામના   એક પાટીદાર યુવકે પરશોત્તમ રૂપાલાને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે આ ઘટનામાં તમારું શું મંતવ્ય છે. પરશોત્તમ રૂપાલાએ પહેલા કઈ જવાબ  નહતો આપ્યો અને બાદમાં કહ્યું હતું કે જે તમારું મંતવ્ય છે એ જ મારું મંતવ્ય છે. બાદમાં યુવકે ઘટના અંગે પૂછતાં  પરશોત્તમ રૂપાલા કહ્યું હતું કે આ બહુ ગંભીર ઘટના છે. બાદમાં યુવક કહે છે કે તમે આ ઘટના મામલે હજી સુધી કોઈ નવેદન કેમ નથી આપ્યું, આનો પણ તેઓ જવાબ નહતા આપી શક્યા. 

આ સમાચાર શેર કરો