મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ પાકિસ્તાનમાં સૈનિકોથી ભરેલી ટ્રેન પર આત્મઘાતી હુમલો, 22ના મોત, 50થી વધુ ઘાયલ

વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા

  • વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22  લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારે ક્વેટા રેલવે સ્ટેશન નજીક એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સવારે 9 વાગ્યે પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરો પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાકિસ્તાની સેનાના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22  લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ સમયે પ્લેટફોર્મ પરથી પેશાવર જવા માટે એક ટ્રેન તૈયાર હતી.

આ પણ વાંચો : VIDEO: ઈરાની બોર્ડર ગાર્ડસનો અફઘાન શરણાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર, 250 થી વધુ લોકોના મૃત્યુ 

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે.

બલૂચ લિબરેશન આર્મીએ લીધી જવાબદારી 

બલૂચ લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે, ક્વેટા રેલ્વે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ઇન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે."

અગાઉ, એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના "આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે." વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી રેસ્ક્યુ સર્વિસના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ "રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો."

ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી

બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રિંદે કહ્યું કે વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

સરકારી અધિકારીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલોમાં 'ઇમરજન્સી' લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે "ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે." ઘટનાના ફૂટેજમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.

આ સમાચાર શેર કરો