VIDEO: પી. પી. સવાણી પરિવારે 133 દિકરીઓના કરાવ્યા લગ્ન, મહેશ સવાણીએ સમાજમાં આપ્યો ખાસ સંદેશ

સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પી. પી. સવાણી પર

સોર્સ: gstv

સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન મહોત્સવ યોજાયો હતો. ૨૦ અને ૨૧ ડિસેમ્બર દરમિયાન આયોજિત આ સમારોહમાં કુલ ૧૩૩ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

રવિવારે બીજા દિવસે એક ખ્રિસ્તી યુગલ સહિત ૫૬ જોડાંઓએ લગ્નગ્રંથિથી જોડાયા હતા.સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ પિતા બનીને દરેક દીકરીના માથે હાથ મૂકી આજીવન જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી.

જાહેરાત

સમાજમાં અનોખો સંદેશ આપ્યો

સમાજમાં અનોખો સંદેશ આપતા આ પ્રસંગે અનેક મહાનુભાવો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન હોવા છતાં દરેક દીકરીને પર્સનલ પ્રસંગ જેવી અનુભૂતિ કરાવતા આ આયોજનમાં કન્યા વિદાયના સમયે અત્યંત લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત