VIDEO: લાખોની જનમેદનીના નારા વચ્ચે ઉસ્માન હાદી 'સુપુર્દ એ ખાક', જનાજામાં યુનુસ પણ પહોંચ્યા
ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના અંતિમ સંસ્કારમાં (જનાજામાં) શનિવારે બપોરે ઢાકાના રાષ્ટ્રીય સંસદ ભવન પાસ

ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના અંતિમ સંસ્કારમાં (જનાજામાં) શનિવારે બપોરે ઢાકાના રાષ્ટ્રીય સંસદ ભવન પાસે આવેલા માણિક મિયા એવન્યુ પર હાજરી આપવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. વિવિધ ક્ષેત્રના હજારો લોકો તેના જનાજામાં જોડાયા હતા. ઘણા લોકો જૂલુસના રૂપે આવ્યા અને હાદી માટે ન્યાયની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
જનાજા પહેલાં માનિક મિયા એવન્યુ અને સંસદ સંકુલમાં જે દ્રશ્ય હતું તે અભૂતપૂર્વ હતું. ડ્રોન વીડિયોમાં લેવાયેલા ફોટોમાં જોઈ શકાય છે કે અનેક લોકો તેના જનાજામાં આવ્યા હતા. આવડી મોટી ભીડ જ સ્પષ્ટ કરે છે કે પષ્ટ કરે છે કે હાદીના મૃત્યુથી દેશભરમાં તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. લોકોએ કહ્યું કે હાદીની "શહીદ" વ્યર્થ નહીં જાય અને ગુનેગારોને સજા ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.
ઉસ્માન હાદીની હત્યાને લઈને બાંગ્લાદેશમાં હિંસા
પ્રશાસને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. માનિક મિયા એવન્યુના પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. સેનાએ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં પોલીસ, રેપિડ એક્શન બટાલિયન (RAB) અને અંસાર કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ હતો.
શરીફ ઉસ્માન હાદીની નમાજ નજાજા બપોરે 2 વાગ્યે સંસદ ભવનના દક્ષિણ પ્લાઝામાં થવાની હતી. ઇન્કિલાબ મંચ અનુસાર હાદીને તેમના પરિવારની ઇચ્છા મુજબ રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે રાત્રે સિંગાપોર જનરલ હોસ્પિટલમાં અવસાન થયું હતું. ૧૨ ડિસેમ્બરના રોજ રાજધાની ઢાકાના પલટન વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગતાં તેને ગંભીર ઇજા થઈ હતી. શરૂઆતમાં ઢાકામાં સારવાર આપ્યા પછી તેને વધુ સારી સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
હાદીના મોતને તેના સમર્થકોએ લોકશાહી ચળવળ માટે મોટી ખોટ ગણાવી રહ્યા છે. જનાજામાં આવેલા લોકોએ એક જ સ્વરમાં કહ્યું કે, આ ફક્ત એક વ્યક્તિની વિદાય નહીં પરંતુ એક આંદોલનનો અવાજ છે. તેને દબાવી નહીં શકાય.









