મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જૌહર યુનિવર્સિટીની ગેરકાયદે ઈમારતો દૂર કરવા આદેશ

ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી જૌહર યુનિવર્સિટી સામે મોટી વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રામપુર

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી જૌહર યુનિવર્સિટી સામે મોટી વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રામપુર વિકાસ પ્રાધિકરણે યુનિવર્સિટીના ગેરકાયદે બાંધકામોને લઈને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો છે. રામપુરના જિલ્લા કલેક્ટર અજય કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે જૌહર યુનિવર્સિટીના બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી. સંબંધિત પક્ષને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમનો લેખિત જવાબ પણ પ્રાપ્ત થયો હતો. વિગતવાર સુનાવણી બાદ જાણવા મળ્યું કે 38 ઇમારતો ગેરકાયદે રીતે ઉભી કરવામાં આવી છે. ત્યારબાદ રામપુર વિકાસ પ્રાધિકરણે દ્વારા આ તમામ ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ યુનિવર્સિટી સંચાલનને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ સ્વૈચ્છિક રીતે ગેરકાયદે બાંધકામ દૂર કરે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો રામપુર વિકાસ પ્રાધિકરણ બુલડોઝર દ્વારા ધ્વસ્તીકરણની કાર્યવાહી કરશે.જૌહર યુનિવર્સિટીના ચાન્સેલર સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન છે. હાલમાં તેઓ જેલમાં બંધ છે. આ યુનિવર્સિટી અગાઉ પણ અનેક વિવાદોના કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

આ સમાચાર શેર કરો