VIDEO: કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગંદકી અને પાણીની અછત મુદ્દે રજિસ્ટ્રાર પર નકલી નોટો ઉડાડી કરાયો વિરોધ
કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને ગંદકી

કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને ગંદકીના મુદ્દે આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે આક્રોશ વ્યક્ત કરતા કાર્યકરોએ રજિસ્ટ્રાર પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો.NSUIએ આક્ષેપ કર્યો કે જો તંત્ર પાસે સુવિધાઓ માટે ભંડોળ ન હોય તો તે આપવા સંગઠન તૈયાર છે. આગામી દિવસોમાં જો આ પ્રાથમિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે, તો યુનિવર્સિટી કેમ્પસમાં આનાથી પણ વધુ આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




