VIDEO : 'ચૂંટણી પૂરી થતાં જ જનતા પર લાદવામાં આવ્યો આર્થિક બોજ', મોંઘવારીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી
કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહ

કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને મોદીની વસૂલાત ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની વસૂલાત શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે ક્રૂડના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.




