મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચિત્રદુર્ગમાં બસ-લારી અકસ્માતમાં એકનું મોત

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી અને કેએસઆરટીસી બસ વચ્ચે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું

તસવીર: gstv

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી અને કેએસઆરટીસી  બસ વચ્ચે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસ અને લારી વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો