મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચિત્રદુર્ગમાં પ્રવાસી બસ પલટી મારતાં ત્રણ નર્સિંગ વિદ્યાર્થીઓના મોત

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરીયુર નજીક એક દર્દનાક માર્ગ અકસ્માતમાં પ્રવાસી બસ પલટ

તસવીર: gstv

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરીયુર નજીક એક દર્દનાક માર્ગ અકસ્માતમાં પ્રવાસી બસ પલટી જતાં ત્રણ નર્સિંગ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૫થી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક પ્રવાસ પર જઈ રહી હતી ત્યારે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતાં બસ હાઈવે પર પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગ્રામજનોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ડ્રાઈવરની બેદરકારી કે ટેકનિકલ ખામી અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો