મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બારડોલીના સુરતી જકાતનાકે કાળમુખુ બન્યું ટેન્કર, બે હોમગાર્ડ પર ફરી વળતાં એકનું મોત

બારડોલીના સુરતી જકાતનાકા નજીક મળસ્કે કાળમુખા ટેન્કરે અકસ્માત સર્જ્યો હતો. ધૂલિયા ચોકડી નજીકથી આવતું ટેન્કર ચાલકે બે હ

બારડોલીના સુરતી જકાતનાકા નજીક મળસ્કે કાળમુખા ટેન્કરે અકસ્માત સર્જ્યો હતો. ધૂલિયા ચોકડી નજીકથી આવતું ટેન્કર ચાલકે બે હોમગાર્ડ જવાન પર ફરી વળ્યું હતું. જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય એક હોમગાર્ડ જવાનને ઇજાગ્રસ્ત હાલતમાં બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

ફરજ બજાવતા જવાનનું મોત

બારડોલીમાં આજે મહા શિવરાત્રી પર્વ ગોઝારો બન્યો હતો. મળસ્કે બારડોલીના સુરતી જકાતનાકા નજીક બે હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યાં હતાં. તે દરમિયાન ધુલિયા ચાર રસ્તા તરફથી બેફામ રીતે એક દૂધ ભરેલ ટેન્કર આવી રહ્યું હતું. ટેન્કર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઈડર તોડી સીધું બે હોમગાર્ડ જવાનો પર ફરી વળ્યું હતું. જેમાં કિકવાડ ગામના અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિરણ ચૌધરીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક હોમગાર્ડ જવાન ત્રિકમભાઈ પટેલને ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

કારને પણ નુકસાન

અકસ્માત સમયે એક કાર પણ ઉભેલી હતી. આ કારમાં પણ નુકસાન થયું હતું. જોકે કાર ચાલકનો બચાવ થયો હતો. બનાવ સંદર્ભે બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

આ સમાચાર શેર કરો