મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉમરગામના નારગોલમાં નિર્માણ થયું મિયાવાંકી જંગલ, સવા લાખ વૃક્ષો કરે છે પર્યાવરણનું જતન

જંગલો હવે સુરક્ષિત રહ્યા નથી. સિમેન્ટ કોંક્રિટનાં બાંધકામોએ જંગલો પર અતિક્રમણ શરૂ કર્યા છે. ત્યારે દુનિયાન

જંગલો હવે સુરક્ષિત રહ્યા નથી. સિમેન્ટ કોંક્રિટનાં બાંધકામોએ જંગલો પર અતિક્રમણ શરૂ કર્યા છે. ત્યારે દુનિયાના કોઈ પર્યાવરણ પ્રેમીએ વિચારેલી કલ્પના હરિયાળા એ વિનાશને રોકવા મિંયાવાંકી જંગલ જેવું સપનું બનાવ્યું હતું. જે હવે સાકાર થયું છે. વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામે એક લાખ વીસ હજાર વૃક્ષોનું મિયાવાંકી જંગલ હવે વિશાળ બની ગયું છે. દરિયા કિનારે બનેલા આ જંગલની ખાસિયત એ છે કે, શરૂઆતમાં માત્ર અડધો ફૂટનાં અંતરે વાવેલા આ વૃક્ષો સ્પર્ધા કરે છે. આકાશ તરફ વધવા જોર લગાવે છે. જેનાં કારણે થોડા મહિનામાં આ વૃક્ષો એક જંગલનાં આકારમાં ફેરવાઈ જાય છે.નારગોલ ગ્રામપંચાયતની મદદથી બનેલા આ મિયાવાંકી જંગલમાં પશુ પક્ષીઓ પતંગિયાંઓ અને સરીસૃપ જીવોએ કુટુંબો બનાવ્યા છે.દરિયા કિનારે બનેલા આ જંગલથી નારગોલ ગામને ઓળખ મળી છે. તો આવા જંગલો ગુજરાતમાં પણ આકાર લઈ શકે છે. 

આ પણ વાંચોઃ મહીસાગરમાં ત્રીજી આંખ રાખશે નજર, ચેકપોસ્ટથી લઈને મહત્વના સ્થળે કેમેરા લગાવાશે

આ સમાચાર શેર કરો