મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ફરી એક વખત દુકાનદાર પર જાહેરમાં હુમલાની ઘટના

સુરેન્દ્રનગરમાં વધુ એક વખત આવારા તત્વો દ્વારા વેપારીને જાહેરમાં માર મારવા ની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિ

સુરેન્દ્રનગરમાં વધુ એક વખત આવારા તત્વો દ્વારા વેપારીને જાહેરમાં માર મારવા ની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરના બજાર વિસ્તારમાં આવેલી ઠંડા પીણાની દુકાનમાં આવીને કેટલાક લુખ્ખા તત્વોએ વેપારીને માર માર્યો હતો. જાહેરમાં વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

આ મામલે 5 જેટલા આવરા તત્વોએ ઠંડા પીણાના દુકાનદાર સહિત બે વ્યક્તિને ઢીકા પાટુંનો માર મારવામાં આવ્યો હતો. જાહેરમાં હુમલાની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડ્યા છે. અંગત અદાવતમાં માર માર્યો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. જાહેરમાં વારંવાર આ પ્રકારના હુમલાની તથા મારામારીની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે, આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો