VIDEO: રાજકોટ લોકમેળાના 5મા દિવસે આરોગ્ય વિભાગના દરોડા, 700 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના લો
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના લોકમેળામાં પાંચ દિવસના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. હવે રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મળતા અહેવાલ પ્રમાણે આરોગ્ય વિભાગે દરોડા પાડી 700 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે.
વાસી બટેટા, બરફ, ચટણી, ઢોકળા, ખીચું, ખીર અને કલરયુક્ત ખોરાકનો મોટા પ્રમાણમાં જથ્થો નાશ કર્યો
આરોગ્ય વિભાગે વાસી બટેટા, બરફ, ચટણી, ઢોકળા, ખીચું, ખીર અને કલરયુક્ત ખોરાકનો મોટા પ્રમાણમાં જથ્થો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગે 40થી વધુ ખાણીપીણીના વેપારીઓને નોટિસ ફટકારી છે.
જાહેરાત
અખાદ્ય ખોરાકના વેચાણથી લોકો બીમાર પડવાની શક્યતા વધી
મેળામાં અખાદ્ય ખોરાકના વેચાણથી લોકો બીમાર પડવાની શક્યતા વધી છે, જે ચિંતાનો વિષય સમાન છે. બળેલા તેલનો પણ વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
જાહેરાત








