VIDEO: નકલી દારૂકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતાં 13 આરોપીઓ જેલ હવાલે
ભાવનગરના નકલી દારૂકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 13 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામ

ભાવનગરના નકલી દારૂકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 13 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂઆત બાદ અરવિંદ ઉર્ફે પાંડે સોલંકી સહિત તમામ 13 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નકલી દારૂકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.




