મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "દિલ્હીના તમામ 7 સાંસદો અને સરકાર નકલી છે!" SIR પ્રક્રિયા પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતનો મોટો ધડાકો

મતદાર યાદી સુધારણા અને 'SIR' પ્રક્રિયાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેત

તસવીર: gstv

મતદાર યાદી સુધારણા અને 'SIR' પ્રક્રિયાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે ચૂંટણી પંચની પ્રક્રિયા અને મતદાર યાદીઓની વિશ્વસનીયતા સામે આકરા સવાલો ઉઠાવતા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રક્રિયામાં દિલ્હીના 10થી 20 ટકા જેટલા મતો રદ થઈ શકે છે.

સંદીપ દીક્ષિતે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, "આ સમગ્ર બાબતની સૌથી પહેલાં તટસ્થ તપાસ થવી જરૂરી છે. મને લાગે છે કે કદાચ શહેરના 10 થી 20 ટકા જેટલા મતો રદ થઈ શકે છે. જો 40 લાખ મતદારો બોગસ કે નકલી હતા, તો પછી આ કેવી ચૂંટણી જીત કહેવાય? આનો સ્પષ્ટ અર્થ એ થાય કે આ એક નકલી (ફેક) સરકાર છે અને અહીંથી જીતેલા તમામ સાતેય સાંસદો પણ ફેક છે."

તેમણે આગળ ઉમેર્યું હતું કે, "તમને હજુ પણ અંદાજ નથી આવી રહ્યો કે ચૂંટણી પ્રક્રિયાઓ સામે, ખાસ કરીને દિલ્હીમાં, જે સવાલો ઉઠી રહ્યા છે તે અત્યંત ગંભીર છે. મારી દ્રષ્ટિએ દિલ્હીના તમામ વિપક્ષી પક્ષોએ સાથે આવવું જોઈએ અને મતદાર યાદીની ઓછામાં ઓછી એક વાર સઘન ચકાસણી કરવી જોઈએ, જેથી ખબર પડે કે કોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે અને કોના નામ બાકી રાખવામાં આવ્યા છે."

દીક્ષિતના આ નિવેદન બાદ દિલ્હીના રાજકારણમાં મતદાર યાદી અને ચૂંટણી પરિણામોની વિશ્વસનીયતાને લઈને ફરી એકવાર વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે નવો વિવાદ છેડાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો