મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નકલી દારૂ કેસમાં પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલના ૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

ભાવનગરમાં ચર્ચિત નકલી દારૂ મામલે ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબ

તસવીર: gstv

ભાવનગરમાં ચર્ચિત નકલી દારૂ મામલે ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ગંભીર ગુનાની તપાસ અર્થે સરકારી વકીલ દ્વારા આરોપી કોન્સ્ટેબલના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ૧૪ દિવસની માંગ સામે કોન્સ્ટેબલ રાજદીપસિંહના ૧૧ સપ્ટેમ્બર સુધીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ મુદત દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આરોપી પોલીસ કોન્સ્ટેબલની બુટલેગરો સાથેની સાંઠગાંઠ, દારૂના નેટવર્કમાં તેની ભૂમિકા અને આ કૌભાંડમાં સામેલ અન્ય નામો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી આગળની તપાસ ચલાવશે.

આ સમાચાર શેર કરો