Video-કોના પાપે માસૂમોને ભણાવાતા? સુરતમાં પરમીશન વગર ધમધમતી નર્સરી સ્કુલને મરાયું સીલ
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ ભરનિંદરમાંથી જાગી સીધા દોડતા થયા હોય તેવું સામે આવ્યું છે

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ ભરનિંદરમાંથી જાગી સીધા દોડતા થયા હોય તેવું સામે આવ્યું છે.કતારગામ રાશિ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કુલમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાંય સમયથી આ નર્સરી સ્કુલ ફાયર એનઓસી અને બીયુ પરમીશન વગર ધમધમી રહી હતી. જેના પર કાર્યવાહી કરીને શાળાને ખાલી કરાવીને સીલ મારવામાં આવ્યાં હતાં. આ કામગીરી દરમિયાન સંચાલકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં. તેમ છતાં કાર્યવાહી કરાઈ હતી. ત્યારે સવાલો ઉભા થાય છે કે, શા માટે અધિકારીઓનાએ અત્યાર સુધી કાર્યવાહી ન કરી?, આ નર્સરી સ્કુલ નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા. રાજકોટ વાળી ઘટના જો બની હોત તો તેનું જવાબદાર કોણ. શહેરમાં કોના આશીર્વાદથી આવી નર્સરી સ્કુલ ધમધમી રહી હતી?, રાજકોટની ઘટના બાદ વાલીઓએ પણ ચેતવાની જરૂર છે. પોતાના બાળકોને આવી નર્સરી સ્કુલ પર મુકતા પહેલા આવી નર્સરી સ્કુલમા ફાયર એનઓસી જેવા નિયમો પાળવામાં આવી રહ્યા છે કે કેમ તપાસવું જરૂરી છે.




