મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ઈન્સ્ટીટ્યુટને બદનામ કરવાના નામે NSUIએ માંગી ખંડણી, 1 કરોડની માગ કરી પાંચ લાખ લેવા જતા દબોચાયા

સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓ ખંડણી ઉઘરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. રેડ એન્ડ વાઈ

સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓ ખંડણી ઉઘરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. રેડ એન્ડ વાઈટ ઈન્સ્ટીટ્યુટને બદનામ કરવા માટે NSUIના 5 હોદ્દેદાર દ્વારા ખંડણી માગવામાં આવી હતી. એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે, NSUI સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતાં. જો કે ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયા ની માગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી. જેથી પોલીસે રવિ પૂંછડીયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા હતાં. હાલ આ સમગ્ર મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો