સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDની પરીક્ષા ન લેવાતા NSUIએ કરી રજૂઆત, શારીરિક શોષણનો પણ લગાવ્યો આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDની પ્રવેશ પરીક્ષા 2 વર્ષથી ન લેવાતી હોવાનો મામલો સામે આવ્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDની પ્રવેશ પરીક્ષા 2 વર્ષથી ન લેવાતી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાતી હતી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ નથી લેવાતી એ અંગે રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન એક વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીમાં PHD પરીક્ષા દરમિયાન શારીરિક શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને NSUIની મહિલા કાર્યકરે જણાવ્યું હતું તે, તેને એમ કહેવામાં આવ્યું હતું કે, PHD કરવું હોય તો ગાઈડ સાથે શારીરિક સંબંધ બાંધવા પડે. આવી શરમજનરક રજૂઆત સમયે પણ કુલપતિ હસતા હતા. આ અંગે શિક્ષણવિદ નિદિત બારોટે નિવેદન આપતા કહ્યું હતું કે, જો કુલપતિએ આવું કહ્યું હોય તો તેની યોગ્ય તપાસ કરાવવી જોઈએ. જો કે આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે







