VIDEO: મોડાસા-શામળાજી હાઇવે પર પડેલા ખાડાઓને લઈને હાઈવે ઓથોરિટીને નોટીસ
અરવલ્લીના મોડાસા-શામળાજી હાઇવે પર પડેલા ખાડાઓને લઇ જિલ્લા પોલીસ વડા લાલઘુમ થયા છે.
અરવલ્લીના મોડાસા-શામળાજી હાઇવે પર પડેલા ખાડાઓને લઇ જિલ્લા પોલીસ વડા લાલઘુમ થયા છે. મળતા અહેવાલ પ્રમાણે સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટીને નોટીસ ફટકારી છે. અકસ્માત ઝોનમાં ખાડાઓ જલદી પૂરવા સૂચના આપવામાં આવી છે. જો અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો હાઇવે ઓથોરિટી સામે ગુનો દાખલ કરાશે.




