મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શુદ્ધીકરણ વિવાદમાં કોંગ્રેસ નેતાઓ સાડા ત્રણ કલાક રોકાયા બાદ પણ એફઆઈઆર ના નોંધાઈ

હલ્દવાની શુદ્ધીકરણ વિવાદને લઈને કોંગ્રેસ

તસવીર: gstv

હલ્દવાની શુદ્ધીકરણ વિવાદને લઈને કોંગ્રેસના નેતાઓ એફઆઈઆર નોંધાવા માટે સંસદ ભવન માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. સાડા ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં દલિલો બાદ કોંગ્રેસ નેતાઓએ નારાજગી દર્શાવી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એઆઈસીસી પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું છે કે, અમારી પહેલી માગણી એ હતી કે એફઆઈઆર નોંધાવી જોઈએ. પરંતુ મને દુઃખ એ વાતનું છે કે અમારી ફરિયાદ ડાયરીમાં નોંધવામાં સાડા ત્રણ કલાક લાગ્યા.. અને એસીપીએ અમને કહ્યું, મને ત્રણ દિવસનો સમય આપો. મારી પાસે સ્ટાફ નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જો સંસદ ભવન જેના અધિકારક્ષેત્રમાં આવે છે તે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પાસે પણ સ્ટાફ ન હોય, તો આપણા દેશના ગૃહમંત્રી કેવા છે?

આ સમાચાર શેર કરો