VIDEO: મહેસાણા મનપાનો 12 મીટર રોડ વિવાદમાં
મહેસાણા મહાનગરપાલિકાના ટીપી-3 અને ટીપી-4માં બનેલા નવા રોડ વિવાદમાં સપડાયા છે. શોભાસણ રોડ પર નવી ટીપી સ્કીમમાં 12 મીટ

મહેસાણા મહાનગરપાલિકાના ટીપી-3 અને ટીપી-4માં બનેલા નવા રોડ વિવાદમાં સપડાયા છે. શોભાસણ રોડ પર નવી ટીપી સ્કીમમાં 12 મીટરના રોડ વચ્ચે વૃક્ષારોપણ કરીને ડિવાઈડર ઊભું કરી દેવાતાં વિપક્ષ નેતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. નિયમ મુજબ 24 મીટરના રોડ પર જ ડિવાઈડર બનાવી શકાય, તેમ છતાં ભાજપ શાસિત મનપાએ ભાજપના જ નેતાની જમીનને ફાયદો પહોંચાડવા આ કાવતરું રચ્યું હોવાનો કોંગ્રેસે દાવો કરી શાસકોની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે.




