VIDEO: પ. બંગાળ ચૂંટણીના બીજા તબક્કા માટે નીતિન નવીને ભવ્ય રોડ શો યોજ્યો, સમગ્ર માર્ગ "જય શ્રી રામ"ના નારાથી ગૂંજ્યો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના બીજા તબક્કાના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના બીજા તબક્કાના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે બિધાનનગર ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન નિતિન નવીને મતદારોને ભાજપના વિકાસના એજન્ડા અને રાજ્યમાં પરિવર્તન લાવવાના સંકલ્પ વિશે વાત કરી હતી. તેમણે ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. ૨૯ એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આ હાજરીથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર માર્ગ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો.


