મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કારમાં તોડફોડ બદલ નવની ધરપકડ

મહારાષ્ટ્રના નાસિકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છેડતીનો વિરોધ કરવા બદલ એક સ્થાનિક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં

તસવીર: gstv

મહારાષ્ટ્રના નાસિકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છેડતીનો વિરોધ કરવા બદલ એક સ્થાનિક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈ-નાસિક હાઈવે પર મુસાફરી કરી રહેલા આ પરિવારની મહિલા સભ્યની કેટલાક બદમાશોએ છેડતી કરી હતી. પરિવારે જ્યારે આ વાતનો સખત વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફિલ્મી ઢબે લગભગ ૧૫ કિલોમીટર સુધી તેમની કારનો પીછો કર્યો હતો. આટલું જ નહીં, હુમલાખોરોએ પરિવારની કારને આંતરીને તેના પર પથ્થરમારો કર્યો હતો અને લોખંડના સળિયા વડે કારના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ભયાનક ઘટનાથી હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. પીડિત પરિવારે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ હિંસક હુમલા અને છેડતીના કેસમાં સામેલ તમામ નવ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો