મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં વરસાદી આફત: વારોલી નદી ગાંડીતૂર! મધ્યરાત્રિએ પાણીમાં તણાયેલી બે કારમાંથી લોકોનો થયો ચમત્કારિક બચાવ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અવિરત વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને તળાવોમાં પાણીની આવક સતત વધી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે વારોલી નદી બે કાંઠે વહી રહી છે અને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. બોરલાઈ ગામે વરસાદી પાણીમાં બે કાર તણાઈ જવાની ઘટના સામે આવી હતી. જોકે મધરાત્રિએ હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ કારને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે તાલુકામાં સતત વરસાદને પગલે લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો