મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં મેઘ મહેરથી ખુશીનો માહોલ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટાં વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટાં વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે. તાલુકામાં ભૂગર્ભ જળસ્તર ઘટતાં અને પાણીના સ્ત્રોત સુકાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે મેઘરાજાની મહેર થતાં મેઘાના રિસામણાં હવે જલ્દી દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી માહોલના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. જગતનો તાત હવે સારા વરસાદની અપેક્ષા સાથે આગામી દિવસોમાં મેઘરાજા વધુ મહેરબાન બને તેવી પ્રાર્થના કરી રહ્યો છે.

આ સમાચાર શેર કરો