મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં વરસાદી આફત: બોરલાઈ ગામે પાણીમાં તણાયેલી બે કાર મળી આવતા દોડધામ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરલાઈ ગામે બે કાર તણાયેલી હાલતમાં મળી આવત

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરલાઈ ગામે બે કાર તણાયેલી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. ગત સાંજે ભારે વરસાદના કારણે આંતરિક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મધરાતે બોરલાઈ માર્ગ પરથી પસાર થતા કેટલાક અજાણ્યા વાહનચાલકો પાણી ભરાઈ જતા કાર છોડી સુરક્ષિત સ્થળે નીકળી ગયા હોવાનું અનુમાન છે. મળેલી બે કારમાંથી એક કાર દાદરા નગર હવેલી અને બીજી રાજસ્થાનની હોવાનું નંબર પ્લેટ પરથી જાણવા મળ્યું છે. હાલ કારના માલિકોનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો