Video-નિલેશ કુંભાણીને મતદાન અગાઉ ખુલ્લી ચીમકી, કોંગી નેતાએ કહ્યું- લોકશાહીના હત્યારાને પ્રજા આપશે વળતર
સુરત લોકસભા બેઠક પરથી નાટકીય રીતે પોતાનું ફોર્મ રદ્દ થાય તેવી ગોઠવણ કરવાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર આરોપ

સુરત લોકસભા બેઠક પરથી નાટકીય રીતે પોતાનું ફોર્મ રદ્દ થાય તેવી ગોઠવણ કરવાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર આરોપ લાગી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે. ત્યારે આવતીકાલે નિલેશ કુંભાણી બારડોલી લોકસભા બેઠક માટે મતદાન આપવા જશે તેવી માહિતી કોંગ્રેસના નેતાઓને મળી છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટએ કહ્યું કે, આવતીકાલે જો નિલેશ કુંભાણી મતદાન આપવા જશે તો તેને પ્રજા સારું એવું વળતર આપશે. લોકોનો મતદાનનો હક્ક છીનવનારને કોઈ હક્ક નથી મત આપવાનો.




