VIDEO: ગાંધીનગર ખાતે NHM કર્મચારીઓનો દેખાવો, પડતર માંગણી મુદ્દે કરી રજૂઆત
નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓનો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતાં એક દિવસીય માસ સીએલ ધરણા યોજ્
નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓનો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતાં એક દિવસીય માસ સીએલ ધરણા યોજ્યા હતા. પગાર વધારાના પરિપત્રમાં ઈન્ક્રીમેન્ટ 5 ટકા મળ્યું છે. જે વધારીને 15 ટકા કરવાની માંગણી કરાઈ હતી. સિનિયોરીટીને ધ્યાને લઈને અમલીકરણની પણ માંગ હતી. એનએચએમ કર્મચારીઓને ઈપીએફનો લાભ આપવાની પણ માંગ કરાઈ હતી. કર્મચારીઓને જિલ્લા બદલી તેમજ મૃત્યુ સહાય 2 લાખથી વધારીને 10 લાખ કરવાની માંગ સહિતના મુદ્દાઓ સાથે દેખાવો કર્યો હતો.
આજ રોજ ગુજરાત રાજ્ય એન. એચ.એમ કર્મચારી માસ Cl નું આયોજન કરેલ છે જેમાં ૩૩ જિલ્લામાંથી અલગ અલગ કેડરના ૫૦૦થી પણ વધારે કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી પોતાના હકની રજૂઆત સરકાર સમક્ષ મૂકી છે. તમામ જિલ્લાઓમાં એન. એચ. એમ.ના તમામ કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ધરણાં કર્યા હતા. ગાંધીનગર ખાતે પણ આશરે ૧૦૦૦૦ કર્મચારીઓ વિરોધ દર્શાવવા હાજર રહ્યા હતા.




