મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20 નાલંદા: વહીવટી તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો, મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત

નાલંદામાં શીતળા માતાના મંદ

તસવીર: GSTV

નાલંદામાં શીતળા માતાના મંદિરે નાસભાગમાં 8 લોકોના મોત થતા ચકચાર મચી છે. મેળામાં અચાનક ભીડ વધવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. તો બીજી તરફ સમગ્ર દૂર્ઘટના અંગે વહીવટી તંત્રની બેદરકારી સામે સવાલો પણ ઉઠ્યા છે.

બિહારના નાલંદામાં શીતળા માતાના મંદિરે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં આઠ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મેળામાં અચાનક ભીડ વધવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ અને ક્ષમતા કરતા વધુ ભીડ હોવાને કારણે આ આકસ્મિક દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની ખાતરી અપાઈ છે.

આ સમાચાર શેર કરો