મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20: જનતાની વચ્ચે પહોંચ્યા એલજી તરનજીત સિંહ સંધુ, સાંભળી લોકોની સમસ્યાઓ

દિલ્હીના કમલા નગર માર્કેટમાં જનતાની વચ્ચે એલજી તરનજી

દિલ્હીના કમલા નગર માર્કેટમાં જનતાની વચ્ચે એલજી તરનજીત સિંહ સંધુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ખરીદી કરવાની સાથે લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને તેના ઉકેલની ખાતરી આપી હતી. વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે તેમણે જનસંપર્ક પર વિશેષ ભાર મૂક્યો હતો. જુઓ આ વિશેષ અહેવાલ.

તરનજીત સિંહ સંધુએ દિલ્હીના કમલા નગર માર્કેટની મુલાકાત લઈ સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખરીદી અને સ્વાદિષ્ટ ભોજનની સાથે તેમણે લોકોની સમસ્યાઓ અને ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી હતી. ખાસ કરીને મહિલાઓએ તેમની ચિંતાઓ ખુલીને રજૂ કરી હતી, જેને સંધુએ નોંધાવ્યા હતા.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાનો પ્રતિસાદ મેળવી સેવાઓમાં સુધારો કરવાનો અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં દિલ્હીની ભૂમિકા મજબૂત કરવાનો છે. સંધુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકોની વચ્ચે જઈને તેમની મુશ્કેલીઓ સમજવી અને તેને ઉકેલવા એ પ્રાથમિકતા છે. જનસંપર્ક દ્વારા સેવાકીય ક્ષતિઓ દૂર કરવાના આ પ્રયાસને સ્થાનિકોએ પણ બિરદાવ્યો હતો.

આ સમાચાર શેર કરો