મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20: ગ્રામીણ શિક્ષણમાં ક્રાંતિ સર્જાઈ, ભીંત-આધારિત ભણતરનો અદ્દભૂત પ્રયોગ

પશ્ચિમ બંગાળના આસનસોલના નાનો જામડોબા ગામની દીવાલો બ્લેકબોર્ડ બની છે.

પશ્ચિમ બંગાળના આસનસોલના નાનો જામડોબા ગામની દીવાલો બ્લેકબોર્ડ બની છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં દીપ નારાયણની અનોખી પહેલ ટીચર ઓફ ધ સ્ટ્રીટ્સ દ્વારા ગ્રામીણ શિક્ષણમાં ક્રાંતિ સર્જાઈ રહી છે. ભીંત-આધારિત ભણતરના આ અદ્દભૂત પ્રયોગ પર જુઓ વિશેષ અહેવાલ.

પશ્ચિમ બંગાળના આસનસોલના નાનો જામડોબા ગામમાં શિક્ષણવિદ દીપ નારાયણ દ્વારા ટીચર ઓફ ધ સ્ટ્રીટ્સ નામની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તેમણે ગામની દીવાલોને જ બ્લેકબોર્ડમાં ફેરવી દીધી છે. આ પદ્ધતિ દ્વારા બાળકો ખુલ્લા આકાશ નીચે ભીંત-આધારિત શિક્ષણ મેળવી રહ્યા છે. આ અભિગમે અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે નવી ચેતના જગાડી છે અને બાળકોમાં ભણતર પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પહેલ માત્ર અક્ષરજ્ઞાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સામુદાયિક જોડાણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દીવાલો પરના ચિત્રો અને પાઠો દ્વારા રમત-ગમત સાથે ભણતર આપવાની આ શૈલીએ શિક્ષણ ક્ષેત્રે એક નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આ પરિવર્તનકારી અભિયાનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર શેર કરો