મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20: માનવ અંગોના સોદાબાજીનું મોટું નેટવર્ક ઝડપાયું, કિડની રેકેટનો પર્દાફાશ

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મા

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માનવ અંગોના સોદાબાજીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. કાનપુર પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડીને ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા આંતરરાજ્ય રેકેટનો ભાંડો ફોડ્યો છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માનવ અંગોની હેરાફેરી કરતા મોટા કિડની રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાનપુર પોલીસ કમિશનર રઘુવીર લાલ અને સીએમઓ હીરદત્ત નેગીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ મામલે અનેક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આંતરરાજ્ય ગેંગ ગરીબ લોકોને લાલચ આપી તેમના અંગો કાઢી લેતી હતી, જેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોની સંડોવણી હોવાની પણ શંકા સેવાઈ રહી છે.

આ ગંભીર ગુનામાં પોલીસ દ્વારા અત્યાધુનિક સર્વેલન્સ અને ટેકનોલોજીની મદદથી આખા નેટવર્કને તોડવા માટે સઘન તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો