મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20: ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની માઠી અસર, અટકી પડ્યો રાઈસ એક્સપોર્ટ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની માઠી અસર હવે પં

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની માઠી અસર હવે પંજાબના વેપાર પર જોવા મળી રહી છે. જલંધરમાં ચોખાની નિકાસ એટલે કે રાઈસ એક્સપોર્ટ સંપૂર્ણપણે અટકી પડ્યો છે. નિકાસકારો અને મોટા વેપારીઓ ચિંતામાં છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આર્થિક પાયમાલી સર્જાઈ શકે છે.

પંજાબના જલંધરમાં ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની સીધી અસર ચોખાના વ્યાપાર પર જોવા મળી રહી છે. ટ્રેડ એસોસિએશનના જિલ્લા પ્રમુખ પરવિંદર બહલ અને રાઈસ ટ્રેડિંગ હેડ નરેશ મિત્તલના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે નિકાસમાં મોટો અવરોધ ઉભો થયો છે. ખાસ કરીને બાસ્મતી ચોખાના ઓર્ડર અટકી પડતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. શિપિંગ ખર્ચમાં વધારો અને પેમેન્ટ અટવાઈ જવાની ભીતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની પકડ નબળી પડી રહી છે.

વેપારી સંગઠનોએ સરકાર પાસે વૈકલ્પિક માર્ગો શોધવા અને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માંગ કરી છે. આ યુદ્ધાભ્યાસને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાતા અર્થતંત્ર પર મોટું જોખમ ઉભું થયું છે.

આ સમાચાર શેર કરો