NEWS 20 - 20: નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું મોટું અભિયાન, ડ્રોન-અત્યાધુનિક સર્વેલન્સની મદદથી તપાસ યથાવત
ઓડિશા
ઓડિશાના કંધમાલમાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન છેડ્યું છે. હથિયારોના જથ્થા સાથે માઓવાદીઓના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. ડ્રોન અને અત્યાધુનિક સર્વેલન્સની મદદથી જંગલોના ખૂણે-ખૂણે તપાસ ચાલી રહી છે. 19 સક્રિય નક્સલીઓને પકડવા માટે એસઓજી અને સીઆરપીએફની ટીમો મેદાનમાં છે.
ઓડિશાના કંધમાલ જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ માઓવાદીઓના હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. કંધમાલ એસપી બી.સી. હરીશના જણાવ્યા અનુસાર, દારિંગબાદી અને રક્યા પોલીસ સ્ટેશન હેઠળના જંગલોમાં આશરે 19 નક્સલી કેડર સક્રિય છે. એસઓજી, સીઆરપીએફ અને બીએસએફ દ્વારા ડ્રોન, નાઈટ વિઝન ઉપકરણો અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષા દળોનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી રહેલા નક્સલીઓને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરવાનો અથવા તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો છે. નક્સલીઓ હજુ પણ સુરક્ષા માટે ખતરો હોવાથી વહીવટી તંત્ર સતત તકેદારી રાખી રહ્યું છે.




