મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

NEWS 20 - 20: IIT બોમ્બેને મળી મોટી સફળતા, વિકસાવી સૂકા પાંદડામાંથી રાંધણ ગેસ બનાવવાની અદ્દભૂત ટેકનોલોજી

આઈઆઈટી બોમ્બેએ સૂકા પાંદડામાંથી રાંધણ ગે

આઈઆઈટી બોમ્બેએ સૂકા પાંદડામાંથી રાંધણ ગેસ બનાવવાની અદભૂત ટેકનોલોજી વિકસાવી છે. એલપીજીના વધતા ભાવ અને અછત વચ્ચે આ ભારતીય શોધ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જુઓ આ ખાસ રિપોર્ટ.

આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર સંજય મહાજની અને સંદીપ કુમારે દાયકાના સંશોધન બાદ બાયોમાસ ગેસિફિકેશન ટેકનોલોજી વિકસાવી છે, જે સૂકા પાંદડાને રાંધણ ગેસમાં રૂપાંતરિત કરે છે. આ સ્વદેશી ટેકનોલોજીથી કેમ્પસની કેન્ટીનમાં એલપીજી વપરાશમાં 30 થી 40 ટકાનો ઘટાડો થયો છે અને દર વર્ષે 8 ટન કાર્બન ઉત્સર્જન ઘટી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક 50 લાખ રૂપિયાની બચત અને 90 ટન ગેસની બચત થવાનો અંદાજ છે, જે પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક છે.

મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે આ શોધ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઇનફિક્સન એનર્જીને આ ટેકનોલોજીનું લાઇસન્સ આપવામાં આવ્યું છે, જે હવે મોટા હોસ્ટેલોમાં લાગુ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો